jump to navigation

ચ્‍હાના ઘૂંટે ઘૂંટે મીઠી, કરીએ મનની વાતો. September 11, 2012

Posted by devikadhruva in : કાવ્યો , trackback

 

રોજ સવારે,ડેક પર સાથે,વાંચીએ ગમતી વાતો,

ચ્‍હાના ઘૂંટે ઘૂંટે મીઠી, કરીએ મનની વાતો.

 

સાંજ જીવનની શરુ થઇ,આ કેવી ક્ષણ ક્ષણ સરકી,

ભીંત પરના તારીખિયાના પાનપાન ઉડાડી,

જોતજોતામાં ઢળી જશે આ સૂરજ પણ મદમાતો,

ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ ચાહથી મનની વાતો.

 

કાલ હતું જે આજ નથી ને આજ છે, ન મળશે કાલે,

લખે વિધાતા ઝાંખી રેખા, કરવી સુંદર મારે-તારે,

તાર જુદા પણ એક જ સૂરમાં ગાશું દિવસ રાતો,

ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ અલકમલકની વાતો.

 

સામે બેઠા પંખી કેવા ડાળ ઉપર મલકતા,

રંગબેરંગી પાંખો લઇને ક્યાં ક્યાં જઇ અટકતા,

દેશ-વિદેશે ઉડી-ફરીને શોધે નિજનો માળો,

એ જ છેલ્લે સાચો, બસ ‘હું ને તું’ નો નાતો….

 

ચ્‍હાના ઘૂંટે મીઠી કરીએ, ચાહથી મનની વાતો.

 

 

Comments»

no comments yet - be the first?


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.