jump to navigation

મળવા તને. November 7, 2011

Posted by devikadhruva in : ગઝલ , trackback

 ( છંદવિધાનઃ રજઝ ૨૮-ગાગાલગા*૪ ) 

 

ક્યાં ક્યાં નથી શોધ્યો તને, આંખો થકી જોવા તને,
શબ્દો મહીં ભાવો ભરી, હૈયે જડી ચૂમવા તને.  

 

સંગીતના સૂરો મહીં, સાગર તણાં મોજા અને,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, કર્ણો થકી સૂણવા તને.  

 

ચિત્રો અને શિલ્પો મહીં, રેતી અને ઝાકળ પરે,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને, હાથો વડે અડવા તને.  

 

સ્વદેશમાં, પરદેશમાં, આકાશમાં, પાતાળમાં,
મંદિર ને મસ્જિદમાં, પાયે પડી પૂજવા તને. 

 

સુધ-બુધ ભૂલી મીરાં અને પાગલ બની શબરી અહીં,
ક્યાં ક્યાં નથી શોધ્યો તને,તનમન થકી મળવા તને. 

 

આવી અહીં બસ એક પળ, શોધે મને તો જાણી લઉં,
ભક્તિ કદી ખોટી નથી, ઇન્સાનની ઝુકવા તને !!!!!  

Comments»

1. નરેન્દ્ર પરમાર "પ્રિય્જ્ન" - February 11, 2012

તારા વિનાનુ ઘર ઘર નથી , ઓ સખી !
સરવર જેવુ મન , કોરુ કટ ઓ સખી !

ધાલ સમુ , મધ્યાન ના તાપ સામે ,
આકાશ જેવુ મન , ચોખુચટ ઓ સખી !

તુ હોય તો લાગે એક્દમ હર્યુભર્યુ ,
તારા વિનાનુ મન ખાલીખટ્ટ ઓ સખી !

વેદનાના સળ વચાળે વલપ્તુ હોય ,
તુ હોય તો , મન હેતતાળુ ઓ સખી !

હિસાબ ન હોય લાભ કે ગેરલાભ નો ,
તારા આગમને મન સરોવર ઓ સખી !


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.