આ શહેરની… May 22, 2011
Posted by devikadhruva in : ગઝલ , trackbackડોલાવતી ઝુલાવતી લીલોતરી આ શહેરની,
સંધ્યાસમે ઉતારતી ગર્મી બધી આ શહેરની.
લીલા લીલા વૃક્ષો ઉંચા યાદો ભરે દૂર દેશની,
સ્પર્શે પવન આ તનબદન લૈ લહેરખી આ શહેરની.
અંગો તણી ધમની સમી આ રક્તવર્ણી ડાળ તો,
જુઓ કશે બીજે ન દીસે શોભતી આ શહેરની.
આકાશબાગે જલપુલે સ્હેલાવતી દર્શાવતી,
અદ્ભૂત સિંગાપુરની અજાયબી આ શહેરની.
કુમળી કળી જેવી અહીં ખીલી રહી પૌત્રી દ્વયી,
બ્હેલાવતી આશા ઘણી ફૂલો તણી આ શહેરની.
જુની નવી ઘુમાવતી સૌ ગોલ્ફની ક્લબો બધી,
ટીકાવતી બાણાવળી અર્જુન સમી આ શહેરની.
અણમોલ કેવી ભેટ આ અર્પી અહો જાદુગરે,
જ્યાં જ્યાં ઠરે આંખો ભરે, લીલોતરી આ શહેરની..
( છંદવિધાન – ગાગાલગા*૨૮ – રજસઃ )
Comments»
apratim