jump to navigation

હોય છે… February 11, 2011

Posted by devikadhruva in : ગઝલ , trackback

પીડાઓ તો પ્રસવ સાથે અહીં અકબંધ હોય છે.
જખ્મોનો તો ગઝલ સાથે અહીં સંબંધ હોય છે.

ન ખોતરશો જૂના ભિતરના ઘાવો ભૂલથી પણ,
કે ત્યાં તો ધાર લોહીની સદા નિર્બંધ હોય છે.

અગર સૃષ્ટિ દીસે કુરૂપ તો ના દોષ આંખનો,
બધો અપરાધ દ્રષ્ટિનો બૂરો સંસર્ગ હોય છે.

ન ચારે હંસલા મોતી કદી તો જાણજો સાચે,
બેશક એને બગલાઓનો હવે સંપર્ક હોય છે.

Comments»

1. શૈલા મુન્શા - February 16, 2011

“ન ચારે હંસલા મોતી કદી તો જાણજો સાચે,
બેશક એને બગલાઓનો હવે સંપર્ક હોય છે.”

બહુ સુંદર વાત કહી. આજ ની દુનિયામા બગલાઓ ની વસતિ વધી રહી છે ને સંગ તેવો રંગ લાગી રહ્યો છે.

2. bhavita dhru - March 29, 2011

ન ખોતરશો જૂના ભિતરના ઘાવો ભૂલથી પણ,
કે ત્યાં તો ધાર લોહીની સદા નિર્બંધ હોય છે.
bilkul sachi vat che. nice


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.