હોતી હશે? September 27, 2010
Posted by devikadhruva in : ગઝલ , trackbackતસ્વીર કોઈની કદી શું બોલતી હોતી હશે?
તો યે છતાં કેવી રીતે એ વીંધતી હોતી હશે !
યુગુયુગ વિત્યાં વિશ્વાસના પ્રગ્ટે અહીં દીવા બધાં,
તેથી જ ના દેવોની વાતો ખૂટતી હોતી હશે.
પંખી બધા ઊડી ગયાં, માળા અહીં જંપી ગયાં,
સૂરાવલી બહેલાવવા આ ગૂંજતી હોતી હશે !
પાસે જતાં ચૂભી રહો ને દૂરથી ખેંચી રહો,
કાંટા ભરી ફૂલો તણી આ લાગણી હોતી હશે ?!!
કોઈ કહો આ વીજળી ક્યાંથી કદી આવી પડે ?
ઈશ્વર તણા હસ્તાક્ષરો સરકાવતી હોતી હશે !!!
************ *************** ***********
છંદવિધાન-રજઝ ૨૮
ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
Comments»
no comments yet - be the first?