‘ઢ’નો ઢોલ July 17, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , trackbackઢોલિયો ઢાળી ઢોલીએ,
ઢોલક ઢમ ઢમ ઢબુકાવ્યાં.
ઢંઢેરાના ઢાંચે ઢબથી,
ઢંક,ઢોર,ને ઢેલ ઢળકાવ્યાં;
ઢેબરાં ઢાંકી ઢૂંકડેથી,
ઢચૂક ઢચૂક ઢીંગલા ઢસડાવ્યાં.
ઢાલથી ઢાંકપીંછોડના ઢંગે,
ઢળી ઢોળાઇ ઢોલ ઢંઢોળાવ્યાં,
ઢોલિયો ઢાળી ઢોલીએ,
ઢોલ ઢમ ઢમ ઢબુકાવ્યાં.
ઢંક=કાગડો
Comments»
no comments yet - be the first?