તરંગની પાંખે July 9, 2008
Posted by devikadhruva in : કાવ્યો , trackbackરોજ રોજ તરંગની પાંખે, હું ઉડું છું,
દૂર,દૂર,જુદી નવી સફરે હું ઉડું છું.
ક્યારેક સંબંધની તો ક્યારેક લાગણીની,
કુદરત ને ભીતરની સફરે હું ઉડું છું.
હિરા-મોતી ખુબ ખોબે ભરી લાવીને,
અમોલા ખજાને સ્નેહે સજાવું છું.
કલમની પીંછી લઇ ચીતરી વિરાટે,
શબ્દોના રંગ લઇ પાલવડે વેરું છું.
ઉછળતા અફાટ આ મોજાને જોઇ જોઇ,
કલ્પનાની નાવ લઇ દરિયો હું ડહોળું છું,
ન ડૂબવાની ચિંતા,ન પરવા મરવાની,
તરતા ન આવડે,તરવૈયાને શોધું છું.
Comments»
no comments yet - be the first?