‘ટ’નો ટહૂકો June 18, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , trackbackટિક…ટિક..ટિક..ના ટકોરે
ટોડલે ટહૂકો.
ટોડલાને ટહૂકે,
ટપ…ટપ…ટપ…
ટોળાંઓ ટપકે.
ટપકતા ટોળાઓ,
ટગર…ટગર…ટગર..
ટહૂકાને ટળવળે.
ટમ…ટમ…ટમ…
ટશરો ટમકે.
ટમકતી ટશરે,
ટાઢને ટાણે,
ટૂંકો ટચૂકડો,
ટોડલો ટહૂકે.
ટિક..ટિક…ટિક…ના ટકોરે
ટોડલે ટહૂકો..



Powered By
Comments»
no comments yet - be the first?