‘ઠ’ના ઠાકોરજી June 28, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentઠાકોરજીનો ઠાઠ ને ઠસ્સો,
ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો;
ઠગને ઠોકે ઠેસ-ઠોકરથી,
ઠાંસોઠાંસ ઠીકઠાક ઠસ્સો.
ઠંડીમાં ઠીંગુજી ઠૂઠવે;
ઠારે ઠાકોરજીનો ઠસ્સો;
ઠુમક ઠુમક ઠુમરી ઠસ્સો,
ઠારી ઠાલવે ઠુમકે ઠસ્સો;
ઠાકોરજીનો ઠાઠ ને ઠસ્સો,
ઠેકઠેકાણે ઠરતો ઠસ્સો.
પારેવાની પીડા June 21, 2008
Posted by devikadhruva in : કાવ્યો , add a commentપારેવાની પાંખમાં વેદના કણસાય છે,
આભમાં આજ કશુંક અશુભ વરતાય છે.
મુક્ત ગગનમાં વિહરતા પંખીને,
અચાનક કાં વ્યાકુળતા વીંટળાય છે ?
આઝાદીનાં ગીતડાં ગાતો માનવી,
વિહંગના ઉંચા ઉડ્ડયનથી કતરાય છે !
જાળમાં ફસાઇ,પિંજરમાં પકડાયેલ,ભેરુને જોતાં,
માળાના પક્ષીને હવે સઘળું સમજાય છે.
નીડમાં છુપાઇ,દર્દને લપેટી ગભરુ પંખી,
પાંખો ફેલાવીને હવે ઉડતાં ગભરાય છે.
‘ટ’નો ટહૂકો June 18, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentટિક…ટિક..ટિક..ના ટકોરે
ટોડલે ટહૂકો.
ટોડલાને ટહૂકે,
ટપ…ટપ…ટપ…
ટોળાંઓ ટપકે.
ટપકતા ટોળાઓ,
ટગર…ટગર…ટગર..
ટહૂકાને ટળવળે.
ટમ…ટમ…ટમ…
ટશરો ટમકે.
ટમકતી ટશરે,
ટાઢને ટાણે,
ટૂંકો ટચૂકડો,
ટોડલો ટહૂકે.
ટિક..ટિક…ટિક…ના ટકોરે
ટોડલે ટહૂકો..
‘ઝ’ની ઝલક June 13, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentઝરુખેથી ઝુકી ઝરણા ઝુમે,
ઝુમક ઝુમક ઝાંઝર ઝુમે;
ઝરમર ઝરમર,ઝીણી ઝીણી,
ઝંખના ઝાકળભીની ઝમકે.
ઝગમગ ઝગમગ ઝુમ્મર ઝુલે,
ઝુલ્ફ ઝળુંબી ઝાંપે ઝુલે,
ઝાંખી ઝલક ઝાંઝવાની ઝીલી,
ઝબકી,ઝટકી ઝીલ-શી ઝળકે.
‘જ’નો જાદૂ June 4, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment( જળકમળ છાંડી જાને બાળા….ના રાગમાં )
જલકમલવત્ જીવી જાને,
જરૂર જગન્નાથ જાગશે,
જાગશે જે જાણશે જ્યારે,
જીવનની જ્યોતિ જશે…………જી……..જલકમલવત્
જન્મ, જુવાની જે જરાના,
જીવે જગત જંજાળમાં,
જર,જમીન,જોરૂ જનોના,
જખમો જીરવી જાણજે…………જી………જલકમલવત્
જગમાં જામ્યા જંગી જાળા,
જાદૂના જામ જબાનમાં,
જલસામાં જકડી જશે,
જયાં જિગરને જાકારશે………..જી………જલકમલવત્
જોબન જોશીલાની જ્વાળા,
જતનથી જાળવી જજે,
જીસ્મથી જશે જીવ જ્યારે,
જાલીમ જમાનો જલાવશે………જી……..જલકમલવત્