jump to navigation

કંપ January 29, 2008

Posted by devikadhruva in : કાવ્યો , trackback

quake.jpg

આંચકા ભૂતળને લાગે, તો ધરતીકંપ થઇ જાય છે,
ધક્કા ભીતરને વાગે, તો ધિક્કારકંપ થઇ જાય છે.

ન નીકળે લોહી પણ, પડે કાળજે ચકામા એવા,
કે સમયનો મલમ,ભરી દે જખમ તો યે ડાઘ રહી જાય છે.

શબ્દોના તારે, નીતરી સમજી જાય વેદના,
કે કર્યાં’તાં કાલે પોતાના, આજે સાવ પરાયા થઇ જાય છે.

ના દોષ કોઇના, હોય બધાં ઋણાનુબંધ એવાં,
કે સમયની સંગસંગ, ઇન્સાન પણ બદલાઇ જાય છે.

વીંધાઇ ધારદાર,સમજાય સત્ય આરપાર,
કે ચાંદ પર ચડતા માનવીથી, ક્યાં દિલ સુધી પહોંચાય છે ?!!!!

Comments»

1. Suresh Jani - February 18, 2008

બહુ જ સરસ અભીવ્યક્તી. સંબંધોની વાસ્તવીકતાનું સુંદર નીરુપણ.

2. shaila - February 19, 2008

સાચે જ ધરતીકંપ કરતા ધિક્કારકંપ વધુ ધારદાર હોય છે.


Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.