નિસર્ગનું શ્વેત રૂપ December 8, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackઝરમર ઝરમર આભથી વરસે,
શ્વેત મોગરાનાં ફૂલો જાણે;
કોમળ કોમળ તાજા સ્પર્શે,
વાદળ રૂના ઢગલા જાણે;
પડતાં પડતાં ડાળ પર થીજે,
ક્રિસ્ટલ હો કોઇ મંડપ જાણે;
સરકી સરકી શાંત પડે એ,
સફેદ મુલાયમ ચાદર જાણે;
બર્ફીલા ભીનાં રૂપો કલ્પે,
આભ-ધરાનું મિલન જાણે.
Comments»
no comments yet - be the first?