સ્મૃતિ November 16, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackઅતીતના આગળે અડક્યાં જ્યાં આંગળાં,
પગરવ તમારા સંભળાયા;
સ્મૃતિનાં દ્વાર જરા ખોલ્યાં ન ખોલ્યાં,
પડછાયા તમારા દેખાયાં;
શૈશવમાં કદમ જ્યાં સંગ સંગ માંડ્યાં,
એ રસ્તા ફરીથી અફળાયાં;
સાથ સાથ ગીતો જે સૂર મહીં ગાયાં,
એ શબ્દો ફરીથી પડઘાયાં;
મિલનના આશ-દીપ મનમહીં પ્રગ્ટ્યાં,
વિદાયના વાયરે બૂઝાયાં.
****—————————–****——————————–****—————
જેના જન્મની તારીખ ,એના મૃત્યુની પણ તારીખ બની, એવા એક નિકટના મિત્રની
યાદમાં, તેની બીજી પૂણ્ય તારીખે,ઉપરોક્ત સ્મૃતિ…….11/14
Comments»
તમારા કાવ્યો ઘણાજ સરસ છે. વાંચતી વખતે નજર સામે જાણે તે વિષય નુ ચિત્ર પ્રગટ થાય છે.