પૂનમ રાત October 25, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackમારે મનને મંદિરિયે,રૂમઝુમ રૂમઝુમ તું ફરે,
મારે પગને ઝાંઝરિયે,છુમછુમ છુમછુમ તું ફરે.
મા જ્ઞાતા છે સર્વકાલ,
આ દિલડું છે અણજાણ,
રહી મુજમાં તું ક્ષણભર
પ્રાર્થી લે તને ઘડીભર.
હરપલ ઝંખુ હું સહાય,નિકટ રહેજે તું સદાય…..મારે મનને મંદિરેયે….
મારે અંતર આકાશે,
ખુશીના પંખી ઉડે,
મારે આતમ આવાસે,
તાળી ને રાસ રમે.
મારે આંગણ નવ નવરાત, ખેલે સહુ પૂનમ રાત…મારે મનને મંદિરિયે
Comments»
no comments yet - be the first?