કલમ સહેલી July 12, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackકાગળની દોસ્તી ને કલમ સહેલી
વાત નથી કોઇ નવી નવેલી.
હ્ર્દય ઉલેચી, સ્નેહભરીને
સઘળું કરે એ ખાલી ખાલી;
ચાલ સહેલી, નીંદર તોડી
રાત જાગીએ ઠાલી ઠાલી.
પંખીઓ ગયા હવે જંપી
ને નીર ગયા હવે થંભી;
રે…ચાલ સહેલી વાતો કરીએ
આકાશી ચાદર ઓઢી.
Comments»
Riday Ulechi a Saghlu kare khali….Wah.
One more very good Poem. Good Luck for Next.
Excellent ,
experssion of silence of night.