jump to navigation

વિશ્વશાંતિ May 3, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 6 comments

worldpeace2.jpg 

આતમે ઓઢેલ કાયાના વાઘામાં
             ઇશ્વરનો અંશ જરા સમજી તું લે

મનને વરેલા વિચારોનાં પિંછામાં
             ઉંચેરી આશા ઉમેરી તું લે

દિલને વીંટેલા આ માયાના વીંટામાં
             સાચુકડી પ્રીત જરા વણી તું લે

સર્વત્ર સળગેલા દુન્યવી તણખામાં
            સમજણની રોશની ફેલાવી તુ લે

જગતમાં જામેલા જુઠા સૌ વળગણમાં
            સર્જક્નું સત્ય હવે જાણી તું લે

અંતરમાં જાગેલાં વિશ્વનાં સપનામાં
            શાંતિનો  દીપ  પ્રગટાવી તું લે

કાળજડે કોરેલા થનગનતા કોડમાં
            પ્રભુ સંદેશ    હવે    પામી તું લે

ફાગણના કામણ

Posted by devikadhruva in : કાવ્યો , 2 comments

spring-flowers.jpg 

મનને આંગણ આવે ફાગણ,
     રંગોના લઇ કામણ;
વસંત વીંઝણા ઢોળે નમણા,
     મેઘધનુષી શમણાં.
ફુલની ફોરમ મહેંકે આંગણ,
     ઢાળે ઘેરા   સૌ   નેણ;
વાંસળી વેરણ બનીને કારણ,
     જગવે આશ-કિરણ.
હોળી ખેલે માનવ-મહેરામણ,
     ઉમંગ લાવે ફાગણ;
ધક ધક ધડકે હ્ર્દય અજાણે,
     પ્રેમના ઢાઈ વેણે……….

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.