કાવ્યસંગ્રહઃ ‘અહીં જ બધું’ નો આસ્વાદઃ જયશ્રી મરચંટ October 19, 2026
Posted by devikadhruva in : રસદર્શન , add a commentકાવ્યસંગ્રહઃ ‘અહીં જ બધું’-દેવિકા રાહુલ ધ્રુવઃ
આસ્વાદઃ જયશ્રી મરચંટ
દેવિકા રાહુલ ધ્રુવના ‘અહીં જ બધું…’ને માત્ર કાવ્યોનો સંગ્રહ નહીં, પણ એક લાંબી સર્જનયાત્રાનો ભાવનકશો છે. કવયિત્રી પોતે જ આ સંગ્રહને “સમયની ધારે-ધારે ચાલતી સંવેદનાઓની સજાવટ” કહે છે; તેમાં ૨૦૧૭ પછીનાં નવાં ગીતો, ગઝલો, મુક્તકો અને અછાંદસ સહિત ઑગસ્ટ ૨૦૨૩ સુધીની રચનાઓનો સમાવેશ થયો છે.
