“મ”નું મુક્તક March 9, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a commentમેવાડની મીરાંને માધવની મમતા,
માધવને મથુરાના માખણની મમતા,
મથુરાને મોહક મોરલીની માયા,
મૈયાને મોંઘેરા માસુમની મમતા.
********************** ******************************* ******************************** ****************
“મ”ની મથામણ, માની મમતા સાથે કરતાં કરતાં, માર્ચ મહિનામાં અચાનક દૂ…ર દૂ…ર ચાલી ગયેલી માના મનગમતા માધવ સાંભર્યા…ટેપરેકોર્ડરમાંથી પણ “‘મેહુલો ગાજે ને માધવ નાચે” સૂર સંભળાયા.ને પછી તો તરત જ સાવ સરળતાથી,કઇંક એવા જ લયમાં, ઉપરોક્ત પ્રથમ બે પંક્તિ સ્ફૂરી આવી.બાકીની બે પંક્તિ મારી મિત્ર અને માર્ગદર્શક સમી,સંગીતની સાધક, સૌથી નાની બેનના સહકારથી સર્જાઈ.
આશા છે,ગમશે.
“ન”ની નજર March 2, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , add a comment“ન”ની નજર
નિલમ નામે નાર નવેલી,
નાજૂક નમણી નખશીખ નીરાળી,
નર્તન નિહાળવા નગરે નીકળી,
નશીલા નયન નમતાં નજરાઇ.
નેહ નીતરતી નજર નખરાળી,
નીરવ નામે નરથી નજરાઇ.
નૂપુર નાદે નવલખ નોરતે,
નાચતાં નાચતાં નાર નજરાઇ.
નિર્મલ નદીના નીર નીરખતી,
નિરવ નામે નરથી નજરાઇ.