૨૦૨૦
January 4, 2020
Posted by devikadhruva in : કાવ્યો ,
કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.
ચાલને ભેરુ સંગે સંગે નવું વરસ સત્કારી લઈએ.
નભે નીતરતા રંગોથી આજે બેઉ નયન છલકાવી દઈએ.
નહિ તો ભેદી ફૂટપટ્ટીથી એ માપતી જશે, નાથતી જશે.
કાલ હતી તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
નવા સમયનો રંગ અનોખો માણે તે ખરો જાણી શકે.
પાનખરે ખરી છટા દેખાશે, વાસંતી છાંટ છંટાઈ જશે.
પળની પીંછી હળવે હળવે ખરતી જઈને ઊડતી જશે.
કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
પળ અકળ…
November 19, 2019
Posted by devikadhruva in : કાવ્યો ,
Posted by devikadhruva in : કાવ્યો ,
શ્રાવણનો મહિનો એટલે તહેવારોના દિવસો. નાગપંચમીથી શરુ થઇને જન્માષ્ટમી અને પારણા સુધીનો ઉત્સવ. ‘નંદ ઘેર આનંદ ભયો’ના નારાઓમાં ડૂબેલો જનપ્રવાહ એક મહત્વની હસ્તીને જ જાણે ભૂલી જાય છે! સમસ્ત વિશ્વ જ્યારે કૃષ્ણ–જન્મ મનાવવામાં ચક્ચૂર હોય છે ત્યારે તેને જન્મ આપનારી જનેતા, જેલના એક ખૂણામાં શું શું અને કેવું કેવું અનુભવે છે ? કદી એની કલ્પના કરી છે?
દેવકીનું દર્દ…
શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય.
છાતીમાં ધગધગતી કેવી એ લ્હાય?
કાયા તો ઝીલે લઈ ભીતર સંગ્રામ,
વદપક્ષની રાતે મુજ હૈયું વ્હેરાય.
લમણે તો લાખ તોપમારો ઝીંકાય, હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
સાત સાત નવજાત હોમીને સેવ્યો,
નવ નવ મહિના મેં ઉદરમાં પોષ્યો.
જન્મીને જ જવાને આવ્યો જ શાને?
કંસડાનો કેર ત્યારે કાપ્યો ન કા’ને?
ગોવર્ધનધારી કેમ બિચારો થાય? હાય … શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
રાધા સંગ શ્યામ ને યશોદાનો લાલ,વાહ!
જગ તો ના જાણે ઝાઝુ,દેવકીને આજ.
વાંક વિણ,વેર વિણ,પીધા મેં વખ,
ને તોયે થાઉં રાજી,જોઈ યશોદાનું સુખ.
આઠમની રાતે જીવે ચૂંથારો થાય,
કેમે ખમાય? બહુ પીડા અમળાય..હાય… શ્રાવણ આવે ને મુને મૂંઝારો થાય…..
*******************************************************************
Posted by devikadhruva in : કાવ્યો ,
આયખાને સીવે કોઈ અક્કલની સોયે, તોયે રુદિયાનો દોર ગાંઠો વાળે.
કાશ્મીરી,પોલો કે સાંકળીના ટાંકે, રેશમી મુલાયમ ભરતકામ આંકે.
ભાઈ,કાપડના તાકાની હજારો જાત
કોઈ હોય કાઠું ને કોઈ રદ્દી સાવ
એને તૂણે કે વણે, સીવે કે ટાંકે,
ચારણી-શાં છિદ્રને રફૂથી ઢાંકે,
આ દોરો જ મનખાના પોતને સજાવે…આયખાને સીવે કોઈ અક્કલની સોયે…
નાજુક સંવેદનાની અણિયાળી ધારે
ખૂણે ખાંચરેથી ખૂબ ખેંચી ચલાવે,
કેટલાયે બખિયા ને કેટલાંયે ઓટણ.
મનડાંના મોરનું ભાતીગળ ગૂંથણ
કોતરી ભીતરની ભાતને નિખારે… આયખાને સીવે કોઈ અક્કલની સોયે…
મા…
May 10, 2019
Posted by devikadhruva in : કાવ્યો ,
Posted by devikadhruva in : કાવ્યો ,
Posted by devikadhruva in : કાવ્યો ,
ધરતી લીલી સાહેલી ને સૂરજ તો જગ સાજન,
કોમળ કૂણો તડકો વીંટે અંગ અંગ મનભાવન.
નૂતન ફૂટતી કળીઓ આણે મનમાં થનગન ફાગણ,
વાયુ લાવે સંદેશાઓ વાદળ જાણે વ્હાલમ.
ઉંચા અદકા પરવત ભરતા ચિંતનની કો’ ગાગર,
તળિયે ખળખળ વ્હેતા ઝરણાં લાગે પગના ઝાંઝર.
નીર નદીના નિર્મલ રાખે અંતરતલને પાવન,
પંખી મધુરા ગીતો ગાતાં તરુવર જાણે પાગલ.
તેજ સમેટી સૂર્ય સૂવાડે દઈને શ્યામલ ચાદર,
પરમ શાંતિ શિર પર જ્યારે ટમકે ટમટમ તારક.
ચાંદ રેશમી રાતની સાથે કરતો સરતા કામણ,
આભ ઝળુંબી ચૂમે ધરાને, દર્પણ જાણે સાગર.
મૌન કુદરત કહે શબદને; નિયતિ છે આવન-જાવન,
રૌદ્ર-રમ્ય, કરાલ કોમલ, સઘળું ઝીલશે માનવ?.
Posted by devikadhruva in : કાવ્યો ,
માનનીય કવિ શ્રી યોસેફ મેકવાનના સૌજન્યથી અને શ્રીમતી રેખા કમલ મહેતા તરફથી મળેલ તસ્વીર..આનંદપૂર્વક..
‘કુમાર’-માર્ચ ૨૦૧૯માં પ્રગટ થયેલ સ્વરચના..
‘પળ-અકળ’…..
Posted by devikadhruva in : કાવ્યો ,
Posted by devikadhruva in : કાવ્યો ,
પંખીઓ પામશે વાણી ને બે પગો, અચરજો પણ પછી કંઈ ન લાગશે.
યુગયુગોથી અહીં હાલતા ને ચાલતા, ફેરફારો જગે કાળ લાવશે..
એક જણ વાવશે, અન્ય કો’ ફાવશે એ જ ક્રમ હર ઘરે એમ ચાલશે.
કોઈ નથી કોઈનું, વાતવાતે કહી, સગવડિયો નિયમ સૌ બતાવશે.
ધમપછાડા કરો, નભ સુધી પહોંચવા, એકમેક અંતરો કોણ વાંચશે?
જે વિતી તે ઘડીય, તું કદી ફેરવે, નીકળ્યાં વેણ-તીર કોણ વાળશે?
મારશે ગોળી ત્રણ, હાથ ખીલે બાંધશે, તે પછી શિર ખાલી નમાવશે.
યાદ ‘દેવી’ કરી, આશ દિલમાં ભરે, ‘એ જ એ’ આવીને સર્વ તારશે.