અંજલિ July 23, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackપંખીના ટોળાં અને યાદોના મેળા
દૂરથી ઉડી આવતાં પંખીના ટોળાં;
ફફડાવી પાંખો કરતા યાદોના મેળા;
ચાંચોથી ખોતરતા મનના સૌ જાળાં,
જાળેથી ખરતાં જૂના તાણાવાણા….
ઉપસી છબી માની ફેરવતી પાના,
લખતી રહેતી સદા ભગવાનના ગાણાં;
કહેતી’તી “વેરજો બેન,પંખીને દાણા,
ને જાઓ જો દેશ તો ગાયોને પૂળા..
અવગણજો પડે જો મનને કો’ છાલાં,
વિવાદ-વાદ ના કરશો કોઇ ઠાલા;
સંસાર તો જાદુગરની છે માયા,
અહીંયા ના કોઇને કોઇની છે છાંયા….”
નિસ્પૃહી માતાની સ્મૃતિના ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;
અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણાં ને ઉણાં….
ગીચ ઝાડીથી ઉડતાં પંખીના ટોળાં,
ફફડાવી પાંખો રચે મમતાના મેળા….
Comments»
આજે સવારે મારા Backyardમાં ઉડી આવતા પંખીઓ જોઇને ફરી એકવાર આવી ગઇ
યાદ અને એ યાદનો સમન્વય થયો “સહિયારું સર્જન”ના વિષય અંજલિ સાથે.
પરિણામે એક રચના થઇ : અંજલિ..
આ માટે “ઉર્મિસાગર”નો આભાર…..
નિસ્પૃહી માતાની સ્મૃતિના ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;
અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણાં ને ઉણાં….
Priceless! No words to express my liking and gratitude for this lines.
Just like ShatDal, I feel that this poem also has rhythm. You are moving towards writing in chhand and getting better.
Deviben,
This is your Best Rachna According to me.”JE HALAVI DE DIL NA TANA VANA,
EVI CHHE DEVI NI RACHNA,JENE NA TOLI SHAKEY RATAN,MANEK,MOTI KE HEERA.
Suparb.
I saw your New pic.I forgot to mention that.
દૂરથી ઉડી આવતાં પંખીના ટોળાં;
ફફડાવી પાંખો કરતા યાદોના મેળા;
ચાંચોથી ખોતરતા મનના સૌ જાળાં,
જાળેથી ખરતાં જૂના તાણાવાણા…. Sundar rachna ! with memories and mother love.
નિસ્પૃહી માતાની સ્મૃતિના ટોળાં,
નીતારે પાંપણથી આંસુની ધારા;
અર્પુ શું અંજલિ લઇ અક્ષ્રરની માળા,
શબ્દો પડે જ્યાં ઉણાં ને ઉણાં
Excellant very sentimental and touchy
સુંદર રચના… વાંચતા જ ગમી ગઈ …
પંખીના ટોળાં અને યાદોના મેળા
Nice creation…..thanks.
Suparb! I like this one most! khub sundar….
Very good. Nice and soft. Keep it up Devikaben.
કવિતા સાચેજ યાદોના મેળામાં ખોવાઇ જવાય તેવી છે.
સરસ રચના !
devika, superb! kamuba ne sacha arthma anjali mara dil ni vat
saras kavya devikaben!
સુંદર કાવ્ય… અભિનંદન!
સુંદર કાવ્ય… અભિનંદન દેવિકાબેન!
very nice poem..!
ma ni yad ma ankho bhini thae. very very nice
khub saras kavya che. I like the most