‘ અ ‘ આદિત્ય. November 5, 2010
Posted by devikadhruva in : ગઝલ , trackbackનવા વર્ષની શુભ શરુઆતઃ ઃઃ ઃઃ
શબ્દારંભે સ્વર એક ::
‘ અ ‘ આદિત્ય.
આવો, આવો આંગણે આજે,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અમાસના અંધકારને ઓગાળતા,
આશા-અરમાનને અજવાસતા,
આવકારીએ આદિત્યના આગમનને આજે….
અર્પી અમી આંખમાં એકમેકને,
અદ્વિતીય આનંદ અંતરથી,
આરાધીએ આદિત્યના આગમનને આજે…..
અખૂટ ઐશ્વર્ય આપ્તજનોને,
આસપાસ આદરનો ઓચ્છવ
અભ્યર્થીએ આદિત્યના આગમનને આજે…
Comments»
‘અ’ કારાત્મક રચન સુંદર થઈ છે, સંદેશો પણ સરસ રીતે કહેવાયો છે,
“સાજ” મેવાડા