“મ”નું મુક્તક March 9, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , trackbackમેવાડની મીરાંને માધવની મમતા,
માધવને મથુરાના માખણની મમતા,
મથુરાને મોહક મોરલીની માયા,
મૈયાને મોંઘેરા માસુમની મમતા.
********************** ******************************* ******************************** ****************
“મ”ની મથામણ, માની મમતા સાથે કરતાં કરતાં, માર્ચ મહિનામાં અચાનક દૂ…ર દૂ…ર ચાલી ગયેલી માના મનગમતા માધવ સાંભર્યા…ટેપરેકોર્ડરમાંથી પણ “‘મેહુલો ગાજે ને માધવ નાચે” સૂર સંભળાયા.ને પછી તો તરત જ સાવ સરળતાથી,કઇંક એવા જ લયમાં, ઉપરોક્ત પ્રથમ બે પંક્તિ સ્ફૂરી આવી.બાકીની બે પંક્તિ મારી મિત્ર અને માર્ગદર્શક સમી,સંગીતની સાધક, સૌથી નાની બેનના સહકારથી સર્જાઈ.
આશા છે,ગમશે.
Comments»
no comments yet - be the first?