નવલી રાત,ગરવી ગુજરાત October 18, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackback હે…..
બુલંદ નાદે,નોબત વાગે,
મૃદંગ બાજે,માઝમ રાત,
હે…..
કસુંબ કોરે,આભની ટોચે,
રતુંબ રંગે, સોહત માત,
હે…
ચુંદડી ઓઢી,સૈયર સાથે,
માવડી નાચે,નવનવ રાત……
હે…
રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,
ખનન ખનન કર કંકણ સાજ,
હે…
છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,
ઝગમગ ઝગમગ દીવડા હાર,
હે…
ધડક ધડક નરનારી આજે,
છલક છલક ગોરી ગુજરાત….
*****************************************************************************
અંતરિક્ષની બારીએથી મા કઇંક કહી ગઇ.એના સૂરો તો ના સંભળાયા.પરંતુ
ભાવો, ” શબ્દોને પાલવડે” પથરાઇ ગયાં………
“નવલી રાત ,ગરવી ગુજરાત” .
Comments»
અંતરિક્ષની બારીએથી મા કઇંક કહી ગઇ.એના સૂરો તો ના સંભળાયા.પરંતુ
ભાવો પથરાઇ ગયાં………
ગમ્યુ.
હું ફક્ત ફરી ગોઠવું?
છલક છલક ગોરી ગુજરાત….
હે…..
બુલંદ નાદે,નોબત વાગે,મૃદંગ બાજે,માઝમ રાત,
કસુંબ કોરે,આભની ટોચે,રતુંબ રંગે, સોહત માત,
હે…
ચુંદડી ઓઢી,સૈયર સાથે,માવડી નાચે,નવ નવ રાત……
રૂમઝુમ રૂમઝુમ,પાયલ વાગે,ખનન ખનન કર કંકણ સાજ,
હે…
છુમછુમ છુમછુમ ઝાંઝર બાજે,ઝગમગ ઝગમગ દીપ હાર,
ધડક ધડક નરનારી આજે,છલક છલક ગોરી ગુજરાત….
તમારી ગોઠવણી વધારે ગમી.આભાર.
It re-created Navratri on the nano screen. well done
May Amba ma and saraswati continue their blessings on u
વાહ, માતાના ગરબે ઘુમવાની મઝા માણી કે નહી.