૨૦૨૦ January 4, 2020
Posted by devikadhruva in : કાવ્યો , trackbackકાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.
ચાલને ભેરુ સંગે સંગે નવું વરસ સત્કારી લઈએ.
નભે નીતરતા રંગોથી આજે બેઉ નયન છલકાવી દઈએ.
નહિ તો ભેદી ફૂટપટ્ટીથી એ માપતી જશે, નાથતી જશે.
કાલ હતી તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
Comments»
no comments yet - be the first?