‘હ’ની હવા December 26, 2008
Posted by devikadhruva in : શબ્દારંભે અક્ષર એક , trackbackહળવી હળવી હવા હતી,
હુતો-હુતીની હસલ હતી.
હવેલીના હિરાજડિત હિંડોળે,
હોંશીલી હસીનાની હસ્તી હતી.
હેતાળ,હુંફાળા હાથ હાથમાં,
હસતા હોઠોની હલચલ હતી.
હરદમ હરિયાળી હરિયાળી,
હૈયામાં હેતની હેલી હતી.
હેમવર્ણા હરણ-હરણીઓની,
હજાર હંસોની હારમાળા હતી.
હોડીના હલેસા હસ્તમાં,
હરિની હુબહુ હાજરી હતી.
હળવી હળવી હવા હતી;
હુતો-હુતીની હસલ હતી.
Comments»
Wish You a very Happy and prosperous New Year!
Team Admin,
BLOGKUT