અંતરીક્ષની બારીએથી October 13, 2007
Posted by devikadhruva in : કાવ્યો , trackbackઅંતરિક્ષની બારી જરા ખોલીને જોઇ,તો દૂનિયા દેખાઇ હવે સાવ અનોખી;
છોડીને આવ્યાં જે કેડી એ દેશી, કેવી દેખાય આજે ફરતી વિદેશી…..
કોઇ ગયાં યુકે તો કોઇ યુએસએ,ફેલાયા ઠેરઠેર ઘરના સિતારા,
છે કોઇ કેનેડા તો કોઇ છે રશિયા,દીસે છે આભેથી ભૂમિના નક્શા….
રમતા’તા ભૂલકાં કેવા મોટા ચોકમાં,રહેતા’તા એક જ છત નીચે દીકરા,
કાચા સૂતરના પાકા એ તાંતણામાં,બંધાતી રાખડીઓ મોટા આંગણામાં….
કદી સાંભરે છે પતંગો ને દોરી,કદી યાદ ઉભરે એ રંગીન હોળી;
નવલી નવરાત્રિ ને દિપતી દિવાળી,કેવી હતી જીન્દગી સાવ સહેલી,
ઉજવાયે આજે ઇમેઇલ પર સઘળી,ને સામે વળી હોયે વેબકેમની દોરી,
અંતરિક્ષની બારી જરા ખોલીને જોઇ,તો દૂનિયા નિહાળી સાવ જ જૂદી….–
——————————————————————————————
Comments»
શ્રાધ્ધના દિવસો હમણાં જ પૂરા થયા. દિવંગત આત્માઓ,આજના વિશ્વની કાયાપલટ જોઇને શું અનુભવતા હશે, એવી એક પ્રશ્નાર્થ કલ્પના જાગી..પોતાના પૌત્ર-પૌત્રી કે પ્રપૌત્ર-પ્રપૌત્રી અથવા અન્ય સ્વજનોને દેશવિદેશમાં ફેલાયેલા જોઇને અને વળી આજના કોમ્પ્યુટરની અદભૂત ટેક્નોલોજી જોઇને શું વિચારતા હશે, એવા એક ઘેલા તરંગને પરિણામે પ્રસ્તૂત રચનાએ આકાર લીધો. : અંતરિક્ષની બારીએથી…