મનને કમાડે કોણ ? June 12, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 6 commentsમનને કમાડે ચોરી છૂપી,
ધીમા ટકોરા કરે છે કોણ ?
કલમની કોરે નાજૂક ચાલી,
શબ્દોના સાજ ધરે છે કોણ ?
વહેલી સવારે રચી કેડી,
છાનો પગરવ કરે છે કોણ ?
કલાનો સર્જનહાર બનીને,
કદમ સાથે માંડે છે કોણ ?
વળી આ બીજુ લળી લળી,
સર્જનનો આનંદ અર્પે છે કોણ ?
