ખબર નથી May 25, 2007
Posted by devikadhruva in : કાવ્યો , 4 comments ક્વચિત લખુ છું પ્રસંગે પ્રસંગે,
પણ લખુ છું શું….. ખબર નથી.
કાગળના મંચ પર કલમ નાચે છે,
પણ તાલ શું, લય શું…..ખબર નથી.
લાગણીઓ સાકાર બને શબ્દરૂપે,
પણ પ્રાસ શું,કવિતા શું …..ખબર નથી.
સમય સરે છે,મોડ બદલે છે,
યુવાની ક્યારે પ્રૌઢ બને છે…..ખબર નથી.
યુગો વીતે છે યાંત્રિક્તા વધે છે,
પણ હ્રદય એનું એ જ કેમ…..ખબર નથી.
આંકડા અને અક્ષરોની વચ્ચે જિંદગી સરે છે,
કેવી રીતે અને કેવી…..ખબર નથી.
વનની મધ્યે ઊભી છું નિવ્રુત્ત-પ્રવ્રુત્તિમાં પરોવાઈ છું,
ક્યારે ક્યાં વિરમીશ…..ખબર નથી… …