બાજીગરનો ખેલ May 17, 2007
Posted by devikadhruva in : કાવ્યો , add a comment પાં…ચ તત્વોનાં રચ્યાં
મારા રામે કેવાં માનવ રે,
કાયા કામણગારી સજીને
માયા કેરાં મિલન રે….. પાં..ચ તત્વોનાં રચ્યાં
જનમ-જનમના જીવો ક્યાંથી
જગમાં આવી ભળતા;
વિસ્મયનો સંસાર રચીને
અલોપ પણ એ થાતા રે…પાં..ચ તત્વોનાં રચ્યાં
અલકમલકની વાતો વેરી
સુખ-દુઃખને એ ગાતા;
કઠપુતળીના ખેલ સમા સૌ
બાજીગરના ખેલ સમા સૌ
પડદો પડે વિરમતા રે….પાં..ચ તત્વોનાં રચ્યાં