સુવિચારોના મોતી
સંકલન:
-
- સંતોષ કુદરતી દોલત છે,જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.
——સોક્રેટીસ——-
- સંતોષ કુદરતી દોલત છે,જ્યારે ઐશ્વર્ય કૃત્રિમ ગરીબી છે.
- પ્રાર્થના આત્માનો ખોરાક છે.
—–ગાંધીજી—
- ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે.
—કવિ કાલિદાસ—-
- તમારો ચહેરો સૂર્યપ્રકાશ તરફ રાખશો તો તમને પડછાયો નહીં દેખાય.
—-સુરેશ દલાલ—–
- પ્રેમ તો હવાની જેમ હોવો જોઇએ.એ આસપાસ અનુભવાય એ પૂરતું છે.
—-રજનીશજી——
- જીવન એટલે પ્રેમ અને શ્રમની સરિતાઓનો સંગમ.
—-સ્વેટ મોર્ડન—
તમારા જીવનમાં વરસ ઉમેરવાની વાત મોટી નથી,પણ વરસોમાં જીવન ઉમેરવાની વાત મોટી છે. —એલેક્સીલ કેરલ—-
- મૈત્રીનું એક ઉપનિષદ હોય છે.એમાં સચ્ચાઇથી ઓછું કશું ન ખપે.
આત્મિયતાનો આવિષ્કાર હવાની જેમ અનુભવાય.
—સુરેશ દલાલ—
- કવિતા ગહન હ્ર્દય-ગમ્ય સત્યનો આલાપ છે.
–શ્રી અરવિંદ—
- કવિતા દ્વારા કવિ સત્યને સત્ય વડે તેનું સુંદરતમ સ્વરૂપ ઝડપે છે.
–ગેટે–
- પ્રાર્થના સવારની ચાવી અને સંધ્યાકાળની સાંકળ છે.
–જયશંકર પ્રસાદ–
- પુસ્તકપ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી છે.
–થોરો–
- ઇશ્વર એટલે એવું એક વર્તુળ,જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે,પણ જેનો પરીઘ ક્યાંય હોતો નથી. –સેંટ ઓગસ્ટાઇન–
- ક્ષણમાં જીવે એ માનવી,ક્ષણને જીવાડે એ કવિ.
–મિલ્ટન–
- ભાવનાથી રંગાયેલી બુદ્ધિ એ જ કાવ્ય છે.
–પ્રો.વિલ્સન–
- શબ્દ કવિને અમર બનાવે છે,જ્યારે કવિ શબ્દને ભાગ્યવાન બનાવે છે.
–રામનરેશ ત્રિપાઠી—
- પ્રેમના બે લક્ષણો છે : પહેલું બાહ્ય જગતને ભૂલી જવું, અને
બીજું ,પોતાના અસ્તિત્વ સુદ્ધાંને ભૂલી જવું.
રામકૃષ્ણ પરમહંસ—
- ટીકા પાળેલા કબૂતર જેવી છે.પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે. —ડેલ કારનેગી—
- સજા આપવાનો અધિકાર માત્ર તેને જ છે,જે પ્રેમ કરે છે.
—ટાગોર—
- વ્યક્તિ-સાધનાની ફલસિદ્ધિ સૌથી પ્રથમ વ્યક્તિને જ મળે છે.
—ફાધર વાલેસ—
- પૃથ્વીમાં ગમે ત્યાં ખોદો ને ! બધે જ ઝવેરાત્ ભરી છે. શરત માત્ર એટલી કે
ખોદતી વખતે તમારામાં શ્રધ્ધા ખેડૂતની હોવી જોઇએ.
—ખલીલ જીબ્રાન—
- આપણને જે ગમે તે કરવા કરતાં જે કરીએ તે ગમાડવું તે વધુ મોટી સિદ્ધિ છે.
—બ્લેક–
- મનુષ્ય સર્વત્ર મુક્તાવસ્થામાં જન્મે છે અને બંધનાવસ્થામાં મૃત્યુ પામે છે.
—રૂસો– - ઘાસ પૃથ્વી પર સહચાર શોધે છે.વૃક્ષો આકાશમાં એકાંતની શોધ આદરે છે.
—–ટાગોર—-
- એકાંત એ માણસને પોતાને પામવાની ગુફા છે.ત્યાં ખુદ સાથે અને ખુદા સાથેનો સંબંધ છે. ——સુરેશ દલાલ—-
- સ્વીકૃતી એ પૃથ્વીની પ્રકૃતિ છે,કશાયનો નકાર નહીં.નર્યો સ્વીકાર.
—–સુરેશ દલાલ——.
- ચિત્રકાર એટલે વેચાઇ શકે તેવી વસ્તુઓ ચીતરનારો, જ્યારે કલાકાર એટલે તે જે ચીતરે તે વેચાઇ જાય. —–પિકાસો—–
- માનવમાત્ર માટે પ્રેમ રાખવો એ કલાકાર બનવા માટેની પહેલી શરત છે.
—-ટોલ્સ્ટોય—-
- કલાકાર પ્રકૃતિનો પ્રેમી છે,એટલે તે એનો દાસ પણ છે અને સ્વામી પણ.
—રવિન્દ્રનાથ ટાગોર—-
- રૂદન એ માનવીની પ્રથમ અભિવ્યક્તિ છે.રૂદનમાંથી જ આપણે પ્રેરણા
પામીએ છીએ.- સૂક્ષ્મ દોષોને બાળવા માટે માનસિક તાપની જરૂર પડે છે.
- પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠાં છે.
- શબ્દ અને સ્વરવિહોણી આંખોની પણ એક ભાષા હોય છે.મંત્રદ્રષ્ટિનો જ એક વિશેષ પ્રકાર છે.
- મહાનમાં મહાન સદગુણ આ છે: દિલ શિશુનું હોવું અને દિલને દૂનિયા ન હોવી.
- એકલી સેવા કરવામાં શૂષ્કતા છે; સ્નેહ અને સેવાનુ સંયોજન કરવામાં જ જીવનનું સત્ય અને સૌંદર્ય સમાયેલું છે.
- હ્ર્દયનો આવેગ જ્યારે અત્યંત પ્રબળ બને છે ત્યારે માનવી ગદ્ય છોડીને પદ્ય પકડે છે.
- હાસ્ય એ ઇશ્વરની નજીક જવાનું સ્વર્ગીય ઝરણું છે.
- જીવનનો મધુરતમ આનંદ અને કટુતમ વેદના પ્રેમ જ છે.
- જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિઓમાંથી જ જન્મે છે.
- લગ્નજીવનની સફળતાનું રહસ્ય : મૈત્રી,વિશ્વાસ અને સમર્પણ.
- જેનો પુરુષાર્થ જીવતો પડ્યો છે તેનું ભાગ્ય કદી યે મરતું નથી.
- કંકુમાં પણી પડે છે ત્યારે પાણી પોતાનો રંગ વ્યક્ત કરવાનો આગ્રહ રાખતું નથી.એ પાણી મટીને કંકુ બની જાય છે.પ્રેમનું સાચું સ્વરુપ એ છે અને તર્પણ પણ એ જ હોઇ શકે.
- નાનકડાં તાળામાં સમગ્ર મકાનને રક્ષણ કરવાની તાકાત છે.જગતને જીતી લેનારું મન પણ નાનકડું જ છે ને ?
- દુ:ખ એ પાપનુ ફળ છે એમ કોણે કહ્યુ ?ધર્મનું ફળ પણ દુ:ખ હોય છે.કેટલાંયે ધર્માત્મા જેવા પુરુષોનું જીવન દુ:ખ માં પસાર થાય છે.ધર્મનું ફળ સુખ જ હોય છે એવો કોઇ નિયમ નથી.ધર્મનું ફળ ધર્મ જ છે…..
- સાહિત્ય,સંગીત અને કલા વિનાનો માનવી,પૂંછડા અને શિંગડા વિનાનો
સાક્ષાત પશુ જ છે.
- કુદરતનો વાંક કાઢવો સહેલો છે.કારણ કે કુદરત સામો જવાબ ક્યાંથી આપી શકવાની છે ?
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો
માત્ર એક પડદો હોય છે.
- વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે.તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરા જરા ફેરફાર કરી,મનપસંદ બનાવી લઇ તેને સ્પષ્ટ આકાર આપીએ.
- કિંમત ચૂકવ્યાં વિના રત્ન પ્રાપ્ત થાય એ પધ્ધતિએ સત્યનો વ્યાપાર નથી ચાલતો.
- ગઝલ એ વિરહની દર્દમય ખુમારીને લલકારવા મટે ઘણું અનુકૂળ વાહન છે.
- મૃત્યુ એ વાસ્તવમાં મૃત્યુ નથી હોતુ,એ તો જીવન પછીના જીવનની વચ્ચેનો
માત્ર એક પડદો હોય છે.
- પ્રેમની સફળતાનો આધાર શુધ્ધતા અને પવિત્રતા પર રહેલો છે.
- જગત અને માનવ જીવન પ્રત્યે જોવાની ચિત્તની કોઇ અનોખી વૃતિ,
કોઇ છટકણા સૌંદર્યને પકડવાની સ્ફૂર્તિ એનું જ નામ પ્રેરણા.
- બુદ્ધિના ગુમાનમાં બીજાને હલકાં ધારી પોતાને બુદ્ધિમાન કહેવડાવવા કરતાં,
બીજાને સારા ધારી પોતે અબુધ રહેવામાં પણ એકંદરે બુદ્ધિની કિંમત વધે છે.
- મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દિવડાઓ કરતાં પણ અંતરના ઉંડાણમાં પ્રગ્ટાવેલો શ્રધ્ધાદીપ આત્માને વધુ પ્રકાશ આપનારો નીવડશે.
સમાધિમાં બેસીને ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર કરતાં વ્યવહાર જગતમાં રહીને દરેક પળે ઇશ્વરનો સાક્ષાત્કાર કરનાર મહાન છે.
પવિત્રતાનો દંભી અંચળો ઓઢીને મહાત્મા બનનાર કરતા નિખાલસપણે કલંકનો કાળો કામળો ઓઢી લેનાર પાપી વધારે સારો છે.
નબળી દલીલ કરતાં મૌન વિશેષ વજનદાર છે.
ધરતીકંપ કરતાં માનવ-માનવ વચ્ચેનો ધિક્કારકંપ વધુ ભયંકર હોનારત સર્જે છે.
પ્રત્યેક નીરોગી કરતાં પ્રત્યેક રોગી સ્નેહ અને મમતાનો વધુ ભુખ્યો હોય છે.
આજની યુનિવર્સિટીનો સ્નાતક બનીને બહાર નિકળતો વિદ્યાર્થી જીવન-પ્રવેશ માટેનો પાસપોર્ટ મેળવે છે,પરંતુ જીવન પ્રવાસ માટેનો વિસા પામે છે ખરો ?
આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.
ખારાશમાં પણ મીઠાશ છે,નહિ તો ખારા એવા મીઠાનું નામ “મીઠું” ન પડ્યું હોત.
દોરી વિનાનુ ખેંચાણ તેનું નામ પ્રેમ.
જેને પ્રસિધ્ધિની ગુલામીનો મોહ છે તે કદી યે સિધ્ધિનો સ્વામી બની શક્તો નથી.
જીવનની લપસણી ભૂમિકા પર પ્રલોભનની મેનકા જ્યારે પ્રવેશ પામે છે
ત્યારે સંયમનુ પદ્માસન બહુ ઓછા વિશ્વામિત્રો ટકાવી શકે છે.કનૈયાના અધરે સ્થાન પામવા માટે વાંસળી ને કેટલી વાર વિંધાવુ પડ્યુ હશે ?
જીવનની નિરાશા ઇચ્છાઓની અતૃપ્તિમાંથી જન્મે છે.
ખરબચડો પથ્થર શિલ્પીના તીણા ટાંકણાના પ્રહારમાંથી પસાર થયા પછી જ ઇશ્વરની મૂર્તિમાં પરિણમે છે.
ધ્વંસમૂર્તિને કલ્યાણમૂર્તિ તરીકે ઘડવાનો ભાર શિલ્પી પર હોય છે.પરંતુ શિલ્પીના નિષ્ઠુર ટાંકણાના આઘાત માટે મૂર્તિને તૈયાર રહેવું પડશે.
- ખંડેરોમાંથી જીવનનું સોહામણું પુનર્નિમાણ કરવું એ તો દરેક પંથ ભૂલેલા માનવીનો પ્રથમ હક્ક છે.
- ગાઢ અંધારા ઉતરે ત્યારે જ તારા ઝગમગે ને ?
- મનની કોમળતા એ એક એવી નિર્બળતા છે, જે હ્ર્દયની કઠોરતા કરતાં પણ
વધુ ખરાબ છે.
- એકાંત અમૃત છે પણ એકલતા એ વિષ છે.
- પેલાં રસિક બાજીગરની રમતના,માનવી તો સોગઠા છે.
- બનવા જોગ છે કે ભગવાન મેળવવા કરતાં માણસને મેળવવો વધારે મુશ્કેલ હોય…
- અમૃતપાન કરવા ઇચ્છનારે તો બધા યે પીણાં ચાખી જોવા પડે,એમાં વિષ પણ બાકી ન રહે.
- પાપ કરીને શિક્ષાનો ભાર સહન કરી શકાય,પરંતુ ક્ષમાનો ભાર ઉંચકવો સહેલો નથી.
- અવસ્થામાં (વૃધ્ધાવસ્થામાં) યૌવન હોવું એનું નામ જીવન અને
યૌવનમાં અવસ્થા હોવી એનું નામ જીવનનો વિવેક.
Comments»
Really inspiring.
I liked “Nikhalas paney Kalank no Kalo Kamlo Odhi lenar Vadhare Mahan chhe.”
આભને આધાર નથી છતાં એ ઉંચું છે,કારણ કે એ જેટલું ઉંચું છે તેટલું જ ચારે તરફ ઝુકેલું છે.
It reminds me of one sher of one ghazal:
Sar Kat Ke Sarfaraz hein hum aur ziyada
Jun Shakh badhe ho ke kalam aur ziyada
Namrata e mahanta nu abhushan chhe.
every line says diffrent facts of life…..
tamari vato no uttar …tamne maun ma male to tamne mathu lage ke nahi ???
atlej hu kahu chhu ke ” Shabdo na Palav odhva ma maja chhe.
સાચ્ચા મોતી છે.
khub sunder
thank you, good creativity. like it very much.
Sundar Suvicharo!
સુવિચારોનાં મોતીનો ખજાનો સતત ભરતા રહેજો…
ઘણાને તેના વાંચનથી લાભ થશે જેમ મને અહીંથી એક વાર્તા જડી
thank you good thought.i like it very much.
i think today i have get somthing …. i feel better to read this site…
thanks….
all is wel
very nice i like your knoledge
excellence
aabhar
સારુ વાંચન આત્માનો ખોરાક છે.
મને ખુબ આનંદ છે આજે અહીં સારુ વાંચવાનો 🙏🌺
Can I share this?