નાતાલનો નજારો.. December 23, 2019
Posted by devikadhruva in : ઑડિયો/વીડિયો , trackbackનાતાલનો આ તાલમાં, જુઓ નજારો છે અહીં,
આનંદ ને ખુશાલીનો, કેવો ઝગારો છે અહીં !
અવસર અહીં મસ્તીભરી, માણો સહુ સાથે મળી,
રંગો અને આ રોશની ઝરતો ફુવારો છે અહીં.
જુઓ તમે જો ધ્યાનથી, સંદેશ છે ઈશુ તણો,
કે “સંપ હો ત્યાં જંપ”નો, મોંઘો ઇશારો છે અહીં.
ખુશી ખુશી ગાઓ તમે, આબાદ ને આઝાદ રહો,
શાંતિ જગાવી લો પછી, ન કો’ કિનારો છે અહીં.
વાંછુ સદા ખોબો ભરી, નવવર્ષના મુબારકો,
‘સર્વે ભવો નિરામયા”, દિલના પુકારો છે અહીં.
Comments»
no comments yet - be the first?