jump to navigation

કંઇક સારું લાગે. November 19, 2012

Posted by devikadhruva in : કાવ્યો , add a comment

આજે વહેલી સવારનો ચાંદ મને ખુબ ગમ્યો.ચમકી ગયા ને ? સવારનો ચાંદ ? હા,શરદપૂનમ પછીની વહેલી સવારનો ચાંદ. રાત આખી યે ખુલ્લાં આકાશમાં એકલો એકલો ફરીને, સમગ્ર વિશ્વને ચાંદનીમાં સ્નાન કરાવતો ચાંદ, પરોઢિયે મને એક તપસ્વી જેવો લાગ્યો,વધુ તેજસ્વી લાગ્યો.ક્ષણભર એક કલ્પના જાગી કે સાવ ખાલીખમ આકાશમાં એકલો રહીને પણ આ તેજથી ભરપૂર છે; અને ભીડથી ભરેલી ધરતી પર માનવ સાવ ખાલીખમ છે. કદી આ ચાંદ ઇશ્વરનું રૂપ ધરી અહીં ઉતરી ન આવે ?!!!

ને આ તરંગ આરઝુ બની બોલી ઉઠે છે કે……

અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.

તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે.

કાયાની દિવાલે આતમને પૂરી,

તમે પડદે રહો તે કેમ ચાલે ?

અંદર ને અંદર કોઇ બોલ્યા કરે,

સમંદરમાં મીન જેમ તરસ્યાં વહે,

સંવાદી ગીતથી ડોલાવી મનડું,

તમે એક ક્ષણ ગાઓ તો ન્યારું લાગે,

દરિયાનું જળ પછી મીઠું લાગે, તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે…

પાંખો પ્રસારી જેમ પંખીઓ ઊડે,

ને આભલુ વિશાળતો યે નાનું પડે,

રાતો વીતે ને તો યે વાતો ના ખુટે,

ભવભવના જન્મારા ઓછા પડે,

પાસે બેસી કા’ન વાતો કરીને,

તમે ફેરવો જો હાથ શિર ધન્ય લાગે…

જીવન-કટારી પછી વહાલી લાગે, નહિ તો ખાલી ખાલી ને બધું ખાલી લાગે.

તમે આવો બેઘડી તો કંઇક સારું લાગે,કોઇક મારું લાગે, કંઇક સારું લાગે.

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.