jump to navigation

મુક્તિધામ-અંતિમ વિશ્રામસ્થાન April 13, 2012

Posted by devikadhruva in : લેખ , trackback

એક નવી વાત..સ્મશાનગૃહની…ચોંકી ગયા? સ્વાભાવિક છે. શબ્દ જ ચોંકાવનારો છે. પણ ના અને હા..! આ એક મુક્તિધામની વાત છે, અંતિમ વિશ્રામસ્થાનની.

ગુજરાતના ગાંધીનગર શહેરમાં એક ખુલ્લી વિશાળ જગામાં બાંધવામાં આવેલ સુખદાયી મુક્તિધામની.થોડા દિવસ પહેલાં જ એનું હ્રદયંગમ વર્ણન સાંભળ્યું ને કલમ સળવળી ઉઠી. ત્યાર પછી તો દ્રષ્ટિઆર્ટ ગેલેરી તરફથી ખાસ તૈયાર કરવામાં આવેલ ચંદ ક્ષણોની વિડીયો પણ જોવા મળી. દિલને ખુબ શાતા વળી.

સ્વજનોને ખાંધે જતી શબવાહિનીની આસપાસ (કદાચ) ફરતો જીવ સૌથી પ્રથમ પ્રવેશે છે એક સુંદર કોતરણીવા્ળા કમાનાકાર સુશોભિત દરવાજામાં, ધીરા ધીરા સંગીતના શાંત,કરુણ નાદસાથે..તેને “તત્ત્વમ્ અસિ” કૃષ્ણ-રાધા આવકારે છે. તેના પ્રવેશદ્વાર આગળ બે દ્વારપાળ ઉભા છે જાણે મૃત્યુની રખેવાળી ન કરતા હોય ! થોડાં પગલાં આગળ ચાલો ત્યાં સજીવ લાગે તેવી જુદી જુદી મૂર્તિઓ એક પછી એક માર્ગમાં આવતી જાય ને મનમાં એક અનોખા સ્વર્ગની આકૃતિ ઉપસતી જાય. શબરી, ગુરુ નાનક, ભગવાન બુધ્ધ, શંકરાચાર્ય, મીરાં, સાંઇબાબા, ફિકરને ફાકી કરી ફરનાર ભગત નરસિંહ મહેતા રાહમાં મળતા જાય,દરેકના પ્રિય ગીત/ભજન/કવિતા વાગતી જાય. આહા..હા.. કેટલી ભવ્ય યાત્રા હશે !! જોતા જોતા મને તો ત્યાં જવા માટે, એ લ્હાવો લેવા માટે ઘડીભર મરવાનુ મન થઈ આવ્યુ!!!

થોડા કદમ આગળ અને એક સંસારચક્ર દેખાયું. પંચ-મહાભૂતનું વર્તુળ આવ્યુ. જળ, આકાશ,વાયુ,અગ્નિ અને પૃથ્વીનું. જીવન પછીના જીવનમાં પણ એ સઘળું હશે ? વિચારધારા આગળ ચાલે ત્યાં તો ત્રિશૂળધારી અલકનિરંજન શંકર, હાથીની સૂંઢ પર આરુઢ ગણપતિ, તે પછી ધનુર્ધારી શ્રીરામ,ગદાધારી હનુમાન, વિષ્ણુ, શતદલ કમળ પર બિરાજમાન વિશ્વના સર્જક  બ્રહ્મા, ભારત માતા, ઘટમાં બિરાજતા શ્રીનાથજી, બંસીધર નટખટ કૃષ્ણ, મહાત્મા ગાંધી વગેરે મૂર્તિમંત થતા ગયાં. મન શોકારહિત થતુ જતુ,આગળ વધે ત્યાં તો પવિત્ર મંદિરો અને દેરાસરોની હારમાળા ધીરે ધીરે પ્રસન્નતા્ની છાલક અર્પતી જાય અને એમાં વધારો કરે રાહની કલાકારીગીરીથી ભરપૂર સુરક્ષિત,સુશોભિત દિવાલો.

આટલું જોતા જોતા અને ખરેખર તો સાચા અર્થમાં માણતા જતા વચ્ચે એક ઈન્ટર્નલ દરવાજો આવે છે જ્યાંથી બે ફાંટા પડે છે.એક રાહ દશાવતાર તરફ લઈ જાય છે અને બીજો અંતિમધામ તરફ..આ નાનકડી કેડી કેટલી સાંકેતિક છે ! એક  શાયરે કહ્યું છે ને કે,
“કેટલી આકરી પરીક્ષા છે, જીવન મૃત્યુની પ્રતીક્ષા છે !!!!!
વધુ આગળની યાત્રાના રસ્તે શેષશય્યા પર શોભાયમાન લક્ષ્મીનારાયણ આવે છે, ત્યાં ગીતારથ ઉભેલ છે અને આગળ છે દશાવતારના સ્ટેચ્યુ. એકસરખી કતારમાં ગોઠવેલી આ મૂર્તિઓ એક ડીવાઈન  દ્રશ્ય ઉભું કરે છે.સંગીતના ધીમા સૂરો તો હજી ચાલુ જ છે.

છેલ્લે બીજા બે ફાંટા પડે છે .૧) લાકડા પર અગ્નિદાહ ને ૨) ઈલેક્ટ્રીક રીતે વીજળી સમ વિસર્જન…

માનવીનું જીવન અને વિકાસ, જીવને ક્યાંથી ક્યાં ક્યાં સુધી, કેવી કેવી રીતે, લઇ જાય છે !માટીમાંથી જન્મેલો અને જીવનભર લાકડે  વળગેલો  માણસ અંતે લાકડે ચઢી  ફરી પાછો માટીમાં જ મળી જાય છે અને લાકડાની ફ્રેઈમમાં  ભીંત પર ટીંગાઈ જાય છે.

“રાખના રમકડા…કાચી માટી ને કાયામાંથી માયા કેરા રંગ લગાયા…તંત અનંતનો તૂટ્યો ત્યાં તો રમત અધૂરી રહી.. તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ…રાખના રમકડાં.”

પહેલાં કદી જોવા કે જાણવા નહિ મળેલ એવી આ વાતો સાંભળીને,વીડીયો જોઈને મનને ખુબ જ સારું લાગ્યું.આ વિચાર જેને જાગ્યો હશે તે અને આ કામ કરનાર દરેક વ્યક્તિ અઢળક પ્રશંસાને પાત્ર છે એટલું જ નહિ, નિયતિના દુઃખભર્યા વિલાપની વચ્ચે પણ સુખને શોધી કાઢી, જગતમાં વ્હેંચનાર મહાન વિભુતિઓ સમા છે. તે સૌને મારા શત શત વંદન.

મને તો લાગે છે કે, જતા જીવ પાછળ વિલાપ, આક્રંદ અને રુદન કરતા સ્વજનો અને મિત્રોના હ્દયને હિંમત અને શક્તિ મળે અને જીવનભર ઝઝુમેલા અને વિદાય પામી ચૂકેલા જીવને છેવટે તો આવા શાંતિ-રાહમાં જતા જતા સાચા અર્થમાં મુક્તિ મળે તે હેતુથી પણ આ જાતના મુક્તિધામ દરેક દેશના, દરેક શહેરમાં હોવા જોઇએ.

અસ્તુ…

Comments»

1. સતીશ પરીખ - April 15, 2012

દેવિકાબેનઃ
તમારી બધી રચના ઓ નો પ્રતિસાદ આપી નથી શક્તો તે બદલ દરગુજર કરશોજી.
સમય ના અભવે શબ્દ ઘણૉ જ લીસો થઈ ગયો ચ્હે તેથી એવુ લખવુ ઉચિત નથી લાગ્તુ પરન્તુ તમારી બધી રચના ઓ ખુબ સુન્દર હોય ચ્હે અને મન હલ્વુ કરી નાખે તેવી હોય ચ્હે.
ગુજરાતી સાહિત્ય ની આ રીતે નિયમિત સેવા કરતા રહ્યો અને અમારા જેવ જિગ્નાસુ ઓ ને તેનો લાભ આપતા રહ્યૌ.
ખુબ ખુબ અભિનન્દન.

2. vishwadeep - April 15, 2012

સુંદર-ભાવુક તેમજ સુંદર કમલે લખાણું ગમ્યું.આભાર

3. વિરેન્દ્ર બેન્ક્રર - April 16, 2012

Very Nice I like it.

4. indushah - April 16, 2012

સુંદર વર્ણન, આવા મુક્તિધામ બનાવનારને હાર્દિક અભિનંદન.આ તો જોવા લાયક સ્થળ ગણાય.

5. gunvant patel - April 16, 2012

આપ નો લેખ વાંચ્યો તો ખરા અર્થ માં એમ લાગ્યું કે અમે જે મહેનત અને અમારી કલા વાપરી છે એની આપે કદર કરી

6. hemapatel - April 16, 2012

જેટલી સુન્દર જગ્યા છે, એટલુજ સુન્દરતાથી જ્ગ્યાનુ વર્ણન થયુ છે.
બહુજ સરસ માહિતી.

7. vilas bhonde - April 16, 2012

સરસ,
આવાજ પ્રકારનું મુક્તિધામ મને લાગે છે જામનગર માં પણ છે.
મનુષ્ય મુક્તિ નું મહત્વ સમજી તે માટે પ્રયત્ન નથી કરતો એ દુઃખનો વિષય છે

8. ken - April 16, 2012

very good article about Muktidham.

How would you take this article out of Gujarat to Hindi speakers?

http://youtu.be/emLhfSsvnCw

(3)ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?
ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં,હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

ભારત કી સરલ આસાન લિપિ મેં હિન્દી લિખને કી કોશિશ કરો……………….ક્ષૈતિજ લાઇનોં કો અલવિદા !…..યદિ આપ અંગ્રેજી મેં હિન્દી લિખ સકતે હો તો ક્યોં નહીં ગુજરાતી મેં? ગુજરાતી લિપિ વો લિપિ હૈં જિસમેં હિંદી આસાની સે ક્ષૈતિજ લાઇનોં કે બિના લિખી જાતી હૈં! વો હિંદી કા સરલ રૂપ હૈં ઔર લિખ ને મૈં આસન હૈં !http://saralhindi.wordpress.com/

9. Pravin Shah - April 16, 2012

સુંદર માહીતીપ્રધાન લેખ !
આનંદ થયો.

10. Niranjan Shastri - April 18, 2012

Tamara kavya ke lekh, tamara j shabdo ma rhudiya ma pade nokhi bhato.
MRTYU mote bhage ummarlayak thaya pachhi, badhi assignment par padya pachhi vrudhdhtva ni sathej sharu thaye chhe.
Jaruri chhe saru swasthya (ochchi bimari varu), jivan nirvah par dependancy na hovi ( khub agatya nu chhe), ane apekhsha vagar darek sambadh nibhavava jetli samajshakti ane taddan unconditional swikruti.
Budhdhi ba sada jivant rahej ne
Samaj ne madadrup rachna mate abhar ane samrtha ishwar tamne apel samarthya ne vruddh banave

11. pragnaju vyas - May 3, 2018

સુંદર વર્ણનબારડોલીમા ચિંતન-મનન કરવા અમારી માનીતી જગ્યા
સ્મશાન અને તેની પાસેનું હનુમાન મંદીર…
સુ શ્રી સરોજબેન કહે …
સ્મશાનભૂમિના સિગ્નલ પાસે,
ગાડી ઊભી રહેતી પળ બે પળ,
બે હાથ જોડી નમન કરું ભૂમિને.

આજે પણ નમન કરતાં
લાડલી દિકરીએ પૂછ્યું,
“શા માટે નમન સ્મશાનભૂમિને ?”

કહ્યું, “આ જ જગ્યાએ આપી વિદાય
માતા-પિતા અને બેનીને
સતત યાદ આપે જીવનની ક્ષણભંગુરતા.”

ઉત્તરમાં લાડલી બોલી,
“આ તો અલ્પવિરામ છે
નથી પૂર્ણવિરામ.
ફરી જન્મ, ફરી મૃત્યુ
એ તો રફતાર છે જિંદગીની.”
पुनरपि जन्म, पुनरपि मरणम्,
पुनरपि जननी शरणे शयनम् …
બારડોલીમાં સ્મશાનનાં પ્રવેશદ્વાર પર તક્તી પર લખ્યું છે-
“શુક્રિયા યહાં તક લાનેકા દોસ્તો, યહાંસે હમ ખુદ ચલે જાયેંગે” ચક્રબસ્ત
તે સ્મશાનનું હવે થયું આધુનિકરણ


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help