jump to navigation

પ્રાર્થના… February 20, 2011

Posted by devikadhruva in : સ્વરચના , trackback

છંદ –હરિગીત-૨૮ માત્રા
( ગાગાલગા*૪ ) 
*********************************

રક્ષા કરો વિપત્તિમાં, એવી ન મારી પ્રાર્થના,
લાગે ન ભય આપત્તિમાં,એવી જ મારી પ્રાર્થના.

આંધી અને તોફાનથી મન હો કદી મારું દુઃખી,
તૂટે ન બળ એવું કરો, બસ એ જ મારી પ્રાર્થના.

બોજો કરી હળવો ભલે હૈયાધરણ ન અર્પશો,
ઉંચકી શકું એવું કરો, બસ એ જ મારી પ્રાર્થના.

ડોલે ભલે નૈયા કદી ખૂટે ન હામ હૈયા તણી,
શ્રધ્ધા રહે તોયે સદા બસ એ જ મારી પ્રાર્થના.

ઊગારજો ભવસાગરે એવી ન મારી પ્રાર્થના,
તરવાને આપો બાહુબળ, બસ એ જ મારી પ્રાર્થના.

નિર્દોષતાથી સુખમાં પણ જોઉં તુજ મુખારવિંદ,
સરકે ધરા પગને તળે અવિચળ રહે આ પ્રાર્થના…..

Comments»

1. hema patel. - February 21, 2011

બહુજ સુન્દર પ્રાર્થના !!!
સાદી સરળ પરંતુ એક ઘહેરો મર્મ, જે ઘણુ બધુ કહે છે .
અને દિલને સ્પર્ષી જાય છે .


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help