jump to navigation

શોધ July 13, 2009

Posted by devikadhruva in : સ્વરચના , trackback

એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
ન મિલન પછી વિરહ રહે, સુખો પછી ના દુ:ખ ઘડે.

એક એવું વિશ્વ મળે જ્યાં સૌ જીવો બની શિવ રહે,
ના ઉંચનીચ, ખરાખોટાં,નાનામોટા ના ભેદ રહે.

એક નવો ઇશ્વર મળે જે જઇ જુના પ્રભુને પૂછે,
દઇ દાન વિચાર-વાણીના, કહે કાબૂ ના તું કાં કરે ?

સર્જી સારા બૂરા બધે, કહે સારાને  જ કાં કસે ?
શું ડર છે તુજને માનવી નહિ પ્રાર્થના કરે તને ?

 જો અંતર્યામી છે જ તું, તો દુષ્કર્મો ને રોક હવે.
એક એવો ઇશ્વર મળે જે શાંતિનું એક જગ રચે,

રંગ લોહીના જુદા ભલે, ગુણો બધે સરખા મળે,
દ્વંદ્વોની ના દ્વિધા રહે ના પૂણ્ય ને કોઇ પાપ રહે.

એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;
એક એવો ઇશ મળે જે બસ હવે સુરાજ રચે.

Comments»

1. શૈલા મુન્શા - July 13, 2009

સાચે જ એવા ઇશની જરૂર છે જે નવુ વિશ્વ રચે.
ખુબ સુંદર રચના.

2. પંચમ શુક્લ - July 14, 2009

એક એવો ઇશ મળે જે હવે નવું એક વિશ્વ રચે;

સરસ વાત.


Type in
Details available only for Indian languages
Settings Settings reset
Help
Indian language typing help
View Detailed Help