jump to navigation

એક સાંજ : ડો.રઇશ મણિયારને નામ : September 19, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 9 comments

અમે ઝુમી ઉઠ્યાં એક સાંજે,

             હઝલની હળવી-શી વાતે,

અમે ડૂબી  ગયાં  એક સાંજે,

             ગઝલની મર્મભરી   વાતે,

અમે ડોલી ઉઠ્યાં એક સાંજે,

             “કાગળ પર સખીરે”ની વાતે,

અમે હાલી ગયાં એક સાંજે,

             “નૌકાના છિદ્ર”ની વાતે,

અમે ચોંકી પડ્યાં એક સાંજે,

             “પગ નીચે ધરતી”ની વાતે,

અમે ઝૂકી પડ્યાં એક સાંજે,

             “ત્રણ અક્ષ્રરી ઇશ્વર”ની વાતે…

———————-*****—————————-****——————————    પંદરમી સપ્ટે.ની સાંજે હ્યુસ્ટનમાં આપણા સૌના જાણીતા અને માનીતા ડો. રઇશ મણિયારની ગઝલસંધ્યાનો સુંદર કાર્યક્રમ માણ્યો. તે પછીની તરત સ્ફુરેલી  પંક્તિઓને,  તે દિવસની મઝાની એક ઝલક તરીકે રજૂ કરી છે.તેમની હઝલ અને ગઝલમાં કોણ ચડે તે કહેવું મુશ્કેલ છે. કેટલીક  જાણીતી  અસરકારક અને ગહન લીટીઓ, દા.ત. 
 1)”કોરા કાગળ પર બસ સખી રે!” લખ્યુ,
 2)
નૌકા અને જળના પરિચયની વાત કરતા “છિદ્ર પડતાં પરિચય થતો જાય છે” અને 
  3) “લાગણીથી પર છે તું,ઇશ્વર છે તું” 
   વગેરે ઘણી ગમી,જેનો સહજ ઉલ્લેખ  રચનામાં શક્ય બન્યો તે રીતે કર્યો છે.
આશા છે સૌને ગમશે..      

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.