jump to navigation

ઘર મંદિર July 7, 2007

Posted by devikadhruva in : કાવ્યો , 11 comments

 home.jpg

ગઈ કાલની સવાર અહીં હતી પહેલી, 
         આજની રાત હવે રહી છેલ્લી;
ચમાં વરસ વીસની વાત વીતી,
        સ્મૃતિ-ગઠરી બાંધી-છોડી નીસર્યાં ચાલી.
હળવે ફરે છે પાના જૂના,
  
       મનમાં છે જે હજી તાજાં,

પ્રસંગો ખૂલે છે ખૂણે ખૂણે,
         પ્રગટે છે જેમ દીવે દીવા.
શૈશવ વીત્યું દીકરાઓનું,
          બા-દાદાની શીળી  છાયામાં,
ભણ્યાં ગણ્યાં ને પરણી માંડ્યાં,
          આ જ ઘરમાં કુમકુમ પગલાં.
મોંઘામૂલા દિવસો અમારાં,
         સ્વજન મિત્રોના નિકટ સાથમાં,
ભૂલાય કેમ હા સૌની વચમાં,
         શિવ સદાયે મારાં ઘરમાં.
ટૂંકા નાના સીમિત આંચલમાં,
         પોષાયાં સૌ પ્રેમ-મંદિરમાં,
ક્ષણ-કણ વીણી આ જ ઘરથી,
         બાંધ્યા સૌએ નીજના માળા.
વીતેલી આ સમય-વીણા પર,
         સ્મરણ-નખલી ફરે છે ઘરમાં,
સુખી સૂરીલા સૂરો છેડે,
         જાણે આરતી ઘર-મંદિરમાં.

 

Type in

Following is a quick typing help. View Detailed Help

Typing help

Following preferences are available to help you type. Refer to "Typing Help" for more information.

Settings reset
All settings are saved automatically.